બે દશકોથી પણ વધુ સમયથી, મહાત્રયા રા વિશ્વભરના લાખો લોકોને ઉત્કૃષ્ઠ જીવન જીવવા માટે જાગૃત બનાવી રહ્યા છે. મહાત્રયા રા અને તેમની બૌદ્ધિકસંપદા દ્વાર લોકોના જીવન બદલાઇ રહ્યાં છે, અને કંઇ કેટલા લોકોના સ્વાસ્થ્ય, ધ્યાન, પ્રેમ, જીવનઆનંદ, આધ્યાત્મિકતા સાથેના સમન્વયમાં સફળતા શોધવા માટે પોતાની રૂઢિગત માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરવામાં સહાયક બની રહ્યા છે. તેઓ ફોર્બ્સની યાદીમાં સમાવેશ થયેલા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો, ચિંતકો, પુરસ્કૃત થયેલા સંગીતજ્ઞો, રમતવીરો, શિક્ષણવિદ્ અને વિદ્યાર્થીઓથી માંડી કંઇકેટલા લોકોના જીવનમાં વૈચારિક ઊર્જાથી સશક્ત બનાવી રહ્યા છે. તેમની શિક્ષાનો માર્ગ અનુભવાત્મક, સાંપ્રત અને સરળ... See more
બે દશકોથી પણ વધુ સમયથી, મહાત્રયા રા વિશ્વભરના લાખો લોકોને ઉત્કૃષ્ઠ જીવન જીવવા માટે જાગૃત બનાવી રહ્યા છે. મહાત્રયા રા અને તેમની બૌદ્ધિકસંપદા દ્વાર લોકોના જીવન બદલાઇ રહ્યાં છે, અને કંઇ કેટલા લોકોના સ્વાસ્થ્ય, ધ્યાન, પ્રેમ, જીવનઆનંદ, આધ્યાત્મિકતા સાથેના સમન્વયમાં સફળતા શોધવા માટે પોતાની રૂઢિગત માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરવામાં સહાયક બની રહ્યા છે. તેઓ ફોર્બ્સની યાદીમાં સમાવેશ થયેલા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો, ચિંતકો, પુરસ્કૃત થયેલા સંગીતજ્ઞો, રમતવીરો, શિક્ષણવિદ્ અને વિદ્યાર્થીઓથી માંડી કંઇકેટલા લોકોના જીવનમાં વૈચારિક ઊર્જાથી સશક્ત બનાવી રહ્યા છે. તેમની શિક્ષાનો માર્ગ અનુભવાત્મક, સાંપ્રત અને સરળતા દ્વારા હાસ્ય અને બુદ્ધિના સમન્વય સાથે વણાયેલો છે. વય, સામાજીક મોભો અથવા ભૌગોલિક સરહદોની ચિંતા કર્યા વગર સદૈવ સફળતાની પ્રેરણા આપે છે. મન અને હૃદયને આકર્ષે છે. જીવનના તમામ રહસ્યો અને વિરોધાભાસની પાછળ ‘શા માટે’ની ભાવનાત્મક સંભાવના સાથે અનુભવોને પ્રસ્તુત કરતા, તેઓ હજારો સંગઠનો અને અગણિત લોકોને ખરા અર્થમાં ‘જીવન સુંદર છે’ – તેની અનુભૂતિ કરાવે છે. મહાત્રયા રા સ્વયં પોતાના જીવન માટે એક નિરંતર રહસ્યોદ્ધાટક છે. તે પથ-નિર્દેશક છે અને એક પ્રકારે પથ- નિદર્શક છે.. તે સ્વયં એક ઘટના છે....