Vignan ni Vato - Science Stories Simplified In Gujarati By Nagendra Vijay | Vigyan Ni Vatoડિસેમ્બર, ર૦રરથી નવેમ્બર, ર૦ર૩ સુધી વિજ્ઞાનલેખક તરીકે મેં ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની શનિવારીય આવૃત્તિમાં બાળ સફારી શીર્ષકનો વિભાગ સંભાળ્યો હતો. વિભાગ ખૂબ લોકપ્રિય બન્યો. જાણવા મળ્યું કે ઘણાં માતાપિતાઓ તેમનાં બાળકો સાથે બેસીને તેમાંના લેખો વાંચતાં અને પછી લેખો પર ચર્ચા પણ કરાતી હતી. વિશેષમાં એ પણ જાણવા મળ્યું કે વિજ્ઞાનની રજૂઆત જે રમતિયાળ અને રોચક શૈલીમાં કરાતી તેણે ભારે આકર્ષણ જમાવ્યું. જાણવા મળેલી ત્રીજી બાબત વિશેષ મહત્ત્વપૂર્ણ હતી–અને તે એ કે વિભાગના અનેક વાચકો કિશોર વયના હતા. આ ત્રીજી બાબતે મનમાં ખ્યાલ જન્માવ્યો કે ‘દિવ્ય ભાસ્કર’માં પ્રગટ થયેલા મારા લેખોના સં... See more
Vignan ni Vato - Science Stories Simplified In Gujarati By Nagendra Vijay | Vigyan Ni Vatoડિસેમ્બર, ર૦રરથી નવેમ્બર, ર૦ર૩ સુધી વિજ્ઞાનલેખક તરીકે મેં ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની શનિવારીય આવૃત્તિમાં બાળ સફારી શીર્ષકનો વિભાગ સંભાળ્યો હતો. વિભાગ ખૂબ લોકપ્રિય બન્યો. જાણવા મળ્યું કે ઘણાં માતાપિતાઓ તેમનાં બાળકો સાથે બેસીને તેમાંના લેખો વાંચતાં અને પછી લેખો પર ચર્ચા પણ કરાતી હતી. વિશેષમાં એ પણ જાણવા મળ્યું કે વિજ્ઞાનની રજૂઆત જે રમતિયાળ અને રોચક શૈલીમાં કરાતી તેણે ભારે આકર્ષણ જમાવ્યું. જાણવા મળેલી ત્રીજી બાબત વિશેષ મહત્ત્વપૂર્ણ હતી–અને તે એ કે વિભાગના અનેક વાચકો કિશોર વયના હતા. આ ત્રીજી બાબતે મનમાં ખ્યાલ જન્માવ્યો કે ‘દિવ્ય ભાસ્કર’માં પ્રગટ થયેલા મારા લેખોના સંકલનનું પુસ્તક જુદા શીર્ષકનું હોવું જોઇએ. આ બહુરંગી પુસ્તક તે કારણસર ‘વિજ્ઞાનની વાતો’ તરીકે પ્રગટ કર્યું છે.