વાર્તા સમાજનું દર્પણ છે. સારો કે વરવો, સમાજનો વાસ્તવિક ચહેરો વાર્તારૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી આપણો સમાજ રૂઢિગત પરંપરાઓ અને રીતિરિવાજોની બેડીમાં બંધાયેલો રહ્યો છે. આ બેડીઓએ ઘણાં સપનાંની પાંખ કાપી છે તો ઘણી આશાઓના દીપ બુઝાવ્યા છે. આ પરિસ્થિતિનો ભોગ મહિલાઓ બની છે. એક સ્ત્રી હોવાને નાતે જિજ્ઞા પટેલની કલમ સહજ રીતે સ્ત્રીએ સહેલા અત્યાચાર અને અન્યાય તરફ આકર્ષાય છે અને તેને પોતાની વાર્તાઓમાં અવાજ આપે છે. ક્યાંક જીવન સામે હારી ચૂકેલા માનવીને તો ક્યાંક ભાવનાત્મક સંબંધોમાં સર્જાતાં અટપટાં સમીકરણોને પણ નિરૂપે છે. આપણી આસપાસના વાસ્તવિક જગતમાં બનતી ઘટનાઓ અને ઊભરતાં પાત્રોનું આબેહૂબ શબ્દચિત્ર રજૂ �... See more
વાર્તા સમાજનું દર્પણ છે. સારો કે વરવો, સમાજનો વાસ્તવિક ચહેરો વાર્તારૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી આપણો સમાજ રૂઢિગત પરંપરાઓ અને રીતિરિવાજોની બેડીમાં બંધાયેલો રહ્યો છે. આ બેડીઓએ ઘણાં સપનાંની પાંખ કાપી છે તો ઘણી આશાઓના દીપ બુઝાવ્યા છે. આ પરિસ્થિતિનો ભોગ મહિલાઓ બની છે. એક સ્ત્રી હોવાને નાતે જિજ્ઞા પટેલની કલમ સહજ રીતે સ્ત્રીએ સહેલા અત્યાચાર અને અન્યાય તરફ આકર્ષાય છે અને તેને પોતાની વાર્તાઓમાં અવાજ આપે છે. ક્યાંક જીવન સામે હારી ચૂકેલા માનવીને તો ક્યાંક ભાવનાત્મક સંબંધોમાં સર્જાતાં અટપટાં સમીકરણોને પણ નિરૂપે છે. આપણી આસપાસના વાસ્તવિક જગતમાં બનતી ઘટનાઓ અને ઊભરતાં પાત્રોનું આબેહૂબ શબ્દચિત્ર રજૂ કરતી આ વાર્તાઓમાં સ્ત્રીહૃદયનો મૂંઝારો અને માનવમનની આંટીઘૂંટીઓ ભાવનાત્મક રીતે રજૂ થઈ છે. તળપદી બોલી અને લહેકા તેમ જ ગ્રામ્ય અને શહેરી પરિવેશમાં બારીક દૃશ્યાવલિઓ સર્જી જિજ્ઞા પટેલ દરેક વાર્તાની સુપેરે માવજત કરે છે, જે વાચકને નવા જ પરિવેશમાં લઈ જઈ અનેરો વાચન અનુભવ પૂરો પાડે છે.