આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે. આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ, પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે.કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલાં સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે. ક્યારેક નાના-નાના બેચેન કરી દે તેવા અનુભવો તેમને વાર્તા લખવા માટે પ્રેરે છે. આવી જ બહુપરિમાણીય વાર્તાઓનો તેમનો પ્રથમ સંગ્રહ ‘જૂઈની સુગંધ’ વર્ષ 2003માં પ્રકાશિત થયો જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક મળ્યું. ત્યાર બાદ વર્ષ 2009માં ‘અધૂરી શોધ’ અને 2012માં ‘અકબંધ આકાશ’ નામે વાર્તાસંગ્રહો પ્રગટ થયા. આ તમામ વાર્તાઓ ઉપરાંત કેટલીક નવી લખાયેલી અગ્રંથસ્થ વાર્તા... See more
આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે. આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ, પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે.કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલાં સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે. ક્યારેક નાના-નાના બેચેન કરી દે તેવા અનુભવો તેમને વાર્તા લખવા માટે પ્રેરે છે. આવી જ બહુપરિમાણીય વાર્તાઓનો તેમનો પ્રથમ સંગ્રહ ‘જૂઈની સુગંધ’ વર્ષ 2003માં પ્રકાશિત થયો જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક મળ્યું. ત્યાર બાદ વર્ષ 2009માં ‘અધૂરી શોધ’ અને 2012માં ‘અકબંધ આકાશ’ નામે વાર્તાસંગ્રહો પ્રગટ થયા. આ તમામ વાર્તાઓ ઉપરાંત કેટલીક નવી લખાયેલી અગ્રંથસ્થ વાર્તાઓનો સંગ્રહ એટલે ‘૨૦૨૫ સુધી’. આ વાર્તાઓમાં ક્યાંક રાજેન્દ્રભાઈના શૈશવના કઠોર પ્રસંગો ડોકાય છે, તો ક્યાંક બિહામણાં સપનાંઓનો મૂંઝારો છે. ક્યાંક કલ્પનાઓથી આકાર પામતી શુદ્ધ વાર્તાઓ છે તો ક્યાંક માણસ સાથેના સમસંવેદનની ચોટદાર રજૂઆત. જગતનું દરેક સ્થળ અને સમયની પ્રત્યેક ક્ષણ જે કહેવા માગે છે તેને આ વાર્તાઓમાં ઝીલવાનો પ્રયાસ રાજેન્દ્રભાઈએ કર્યો છે. સાથે ભળી છે વિશ્વપ્રસિદ્ધ લેખકોની વાર્તાઓના અધ્યયન બાદ સાંપડેલી ધાર કાઢવાની હથોટી અને વાર્તાની માવજતનો કસબ. આ વાર્તાઓ લખતાં લેખકે અનુભવેલો રોમાંચ વાચકના ભાવવિશ્વને રસતરબોળ કરી મૂકે તો નવાઈ નહીં.