જિંદગી જિંદગી’:મોત સામે ઝઝુમેલા બહાદુરોની દિલધડક સત્યકથા ઑક્ટોબર 12, 1972ના રોજ, રગ્બી ખેલાડીઓની ટીમને લઈ જતું ઉરુગ્વેન એરફોર્સનું વિમાન દૂરના, બરફથી ઘેરાયેલા એન્ડીસ પર્વતોમાં ક્રેશ થયું હતું..દસ અઠવાડિયા પછી, 45 મુસાફરોમાંથી માત્ર 16 જ જીવિત મળી આવ્યા હતા. આ તે દસ અઠવાડિયાની વાર્તા છે જે પ્લેનના ફ્યુઝલેજના આશ્રયમાં ખોરાક વિના અને ભાગ્યે જ કોઈ બચાવની આશામાં વિતાવ્યા હતા.તેઓ એકબીજાને રક્ષણ અને મદદ કરીને બચી ગયા, અને મુશ્કેલ નિષ્કર્ષ પર આવ્યા કે જીવવાનો અર્થ અકલ્પનીય કરવું છે. નરમાંસ આરોગીને મોત સામે ઝઝૂમેલા બહાદુરોની રોમાંચક સત્યકથા. બાર હજાર ફીટ ઊંચે એન્ડિઝનાં બર્ફિલાં શિખરો વચ્ચે ૪૫ મુસાફરોનું પ્લેન તૂટ�... See more
જિંદગી જિંદગી’:મોત સામે ઝઝુમેલા બહાદુરોની દિલધડક સત્યકથા ઑક્ટોબર 12, 1972ના રોજ, રગ્બી ખેલાડીઓની ટીમને લઈ જતું ઉરુગ્વેન એરફોર્સનું વિમાન દૂરના, બરફથી ઘેરાયેલા એન્ડીસ પર્વતોમાં ક્રેશ થયું હતું..દસ અઠવાડિયા પછી, 45 મુસાફરોમાંથી માત્ર 16 જ જીવિત મળી આવ્યા હતા. આ તે દસ અઠવાડિયાની વાર્તા છે જે પ્લેનના ફ્યુઝલેજના આશ્રયમાં ખોરાક વિના અને ભાગ્યે જ કોઈ બચાવની આશામાં વિતાવ્યા હતા.તેઓ એકબીજાને રક્ષણ અને મદદ કરીને બચી ગયા, અને મુશ્કેલ નિષ્કર્ષ પર આવ્યા કે જીવવાનો અર્થ અકલ્પનીય કરવું છે. નરમાંસ આરોગીને મોત સામે ઝઝૂમેલા બહાદુરોની રોમાંચક સત્યકથા. બાર હજાર ફીટ ઊંચે એન્ડિઝનાં બર્ફિલાં શિખરો વચ્ચે ૪૫ મુસાફરોનું પ્લેન તૂટી પડ્યું છે. અમુક મુસાફરો તો માર્યા ગયા છે. બીજી તરફ જેઓ બચી ગયા છે તેમને માટે એક જ સવાલ છે બર્ફિલો શિયાળો પૂરો થાય અને મદદ શોધવા નીકળી શકાય ત્યાં સુધી જીવતા રહેવા માટે શું ખાવું ? આ બધા મુસાફરોએ કેટકેટલી મુસીબતોનો સામનો કર્યો, ગગનચુંબી પહાડોના કેદખાનામાં અઢી મહિના સુધી કેમ કરીને જીવતા રહ્યા અને છેવટે તેમનો કેવો ચમત્કારિક બચાવ થયો તેની અજોડ સત્યકથા એટલે ‘જિંદગી જિંદગી’ …જેમાં ડગલે ને પગલે સસ્પેન્સનો પાર નથી ! એક જ બેઠકે વાંચી જવા મજબૂર કરે તેવી થ્રિલરકથાનો અનુભવ કરાવતી કલમનું નામ છે–નગેન્દ્ર વિજય