ભારતના ટોચના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને બિઝનેસમેનની પાઠશાળાનાં સ્થાપક જગદીશ જોશીની આ નવી પુસ્તક શ્રેણી છે. આધુનિક અર્થતંત્ર માટે રોકેટની ઉપમા તો જૂની થઇ કેમકે રોકેટ તો ઉપર જાય અથવા નીચે ખાબકે. આજનું અર્થતંત્ર તો રોલર કોસ્ટર જેવું છે. એક મુશ્કેલીમાંથી માર્ગ કાઢો ત્યાં નવી મોં ફાડી ઊભી જ હોય. આવા સંજોગોમાં ટકવું કેમ? જવાબ છે - ‘નવી ગુલ્લી નવો દાવ!’ દર વખતે કંઇક નવું અજમાવવું. બિઝનેસ જ્ઞાન શ્રેણીના ત્રણ પુસ્તકોમાં આજના આધુનિક અર્થતંત્રના પડકારોને પહોંચી વળવાના સરળ પણ અસરકારક કોન્સેપ્ટસ આપેલા છે. આ પુસ્તકો ખાસ નાના અને મધ્યમ કક્ષાના ધંધાઓ (SME), કુટુંબ સંચાલિત ઉદ્યોગો (FMB)અને ઉત્સાહી ઉદ્યોગ સાહસિકો માટે ખાસ તૈ�... See more
ભારતના ટોચના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને બિઝનેસમેનની પાઠશાળાનાં સ્થાપક જગદીશ જોશીની આ નવી પુસ્તક શ્રેણી છે. આધુનિક અર્થતંત્ર માટે રોકેટની ઉપમા તો જૂની થઇ કેમકે રોકેટ તો ઉપર જાય અથવા નીચે ખાબકે. આજનું અર્થતંત્ર તો રોલર કોસ્ટર જેવું છે. એક મુશ્કેલીમાંથી માર્ગ કાઢો ત્યાં નવી મોં ફાડી ઊભી જ હોય. આવા સંજોગોમાં ટકવું કેમ? જવાબ છે - ‘નવી ગુલ્લી નવો દાવ!’ દર વખતે કંઇક નવું અજમાવવું. બિઝનેસ જ્ઞાન શ્રેણીના ત્રણ પુસ્તકોમાં આજના આધુનિક અર્થતંત્રના પડકારોને પહોંચી વળવાના સરળ પણ અસરકારક કોન્સેપ્ટસ આપેલા છે. આ પુસ્તકો ખાસ નાના અને મધ્યમ કક્ષાના ધંધાઓ (SME), કુટુંબ સંચાલિત ઉદ્યોગો (FMB)અને ઉત્સાહી ઉદ્યોગ સાહસિકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. પુસ્તકો મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓ અને કૈક નવું કરવાની ખેવના રાખતા કર્મચારીઓ માટે પણ ઉપયોગી છે.