એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઑપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્ગે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાવે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે સહેજ થોભી જવાની જરૂર છે. આ પુસ્તક એવા દરેક લોકો માટે છે, જે ‘હટકે’ વિચારે છે, બિઝનેસને આગળ વધારવાનું ઝનૂન ધરાવે છે અને હરહંમેશ એવું માને છે કે ધંધાકીય કાબેલિયતને એક નવા લેવલ ઉપર લઈ જવાની તેમનામાં કૅપેસિટી છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. PayTm, Zomato, Nykaa, Bigbasket જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘ... See more
એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઑપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્ગે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાવે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે સહેજ થોભી જવાની જરૂર છે. આ પુસ્તક એવા દરેક લોકો માટે છે, જે ‘હટકે’ વિચારે છે, બિઝનેસને આગળ વધારવાનું ઝનૂન ધરાવે છે અને હરહંમેશ એવું માને છે કે ધંધાકીય કાબેલિયતને એક નવા લેવલ ઉપર લઈ જવાની તેમનામાં કૅપેસિટી છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. PayTm, Zomato, Nykaa, Bigbasket જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘરેઘરે પહોંચી ગયાં છે. તેમની સફળતા ધીરુભાઈ અંબાણીના એ success મંત્રની સાબિતી આપે છે કે, ‘ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો ઉપર કોઈનો ઇજારો નથી.’ કંઈક નવું – કશુંક innovative લઈને આવેલાં અને સફળતાની ટોચે પહોંચેલાં સ્ટાર્ટઅપ્સની મૅનેજમૅન્ટ ટિપ્સ અને વિચારવાની યુનિક પેટર્ન્સ આ ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. ‘પીટર થિયલે અનેક સફળ કંપનીઓનું સર્જન કર્યું છે જેની રૅસિપિ આ પુસ્તકમાં છે.’