Malela Jeev By: Pannalal Patel ( A Novel) મળેલા જીવ - પન્નાલાલ પટેલ (A Gujarati Novel) ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણયયુગલ કાનજી-જીવીની હૃદયસ્પર્શી પ્રેમકથા 'મળેલા જીવ' દ્વારા પન્નાલાલ પટેલ ગુજરાતી વાંચકોના પ્રિય સર્જક બની રહ્યા . ઝવેરચંદ મેઘાણીએ એમને શતશત ફૂલડે વધાવ્યા- આ એકલ અને નિરાળો પ્રેમકિસ્સો નથી; આ તો સમગ્ર સ્થાનિક લોક્સંસારને પોતાના વમળમાં લેતું જલ્ભમ્મર છે. આ એક માનવયુગલની નહિ પણ આખો સમુદાય આ કથાની તાવણમાં ઉપરતળે થઇ રહ્યો છે. એ છે આ વાર્તાની શિલ્પ વિશિષ્ટતા. ઉધડિયા ગામનાં આંજણા પાટીદાર-પટેલ કોમના યુવક કાનજી અને જોગીપરા ગામની વાળંદ-ઘાંયજા જ્ઞાતીની યુવતી જીવીનાં જીવ મળતા જે કૃતિની કથા લખાઇ તે છે મળેલા જીવ. મળેલા જીવની કથાનો પ્રારંભ �... See more
Malela Jeev By: Pannalal Patel ( A Novel) મળેલા જીવ - પન્નાલાલ પટેલ (A Gujarati Novel) ગુજરાતી સાહિત્યનાં અમર પ્રણયયુગલ કાનજી-જીવીની હૃદયસ્પર્શી પ્રેમકથા 'મળેલા જીવ' દ્વારા પન્નાલાલ પટેલ ગુજરાતી વાંચકોના પ્રિય સર્જક બની રહ્યા . ઝવેરચંદ મેઘાણીએ એમને શતશત ફૂલડે વધાવ્યા- આ એકલ અને નિરાળો પ્રેમકિસ્સો નથી; આ તો સમગ્ર સ્થાનિક લોક્સંસારને પોતાના વમળમાં લેતું જલ્ભમ્મર છે. આ એક માનવયુગલની નહિ પણ આખો સમુદાય આ કથાની તાવણમાં ઉપરતળે થઇ રહ્યો છે. એ છે આ વાર્તાની શિલ્પ વિશિષ્ટતા. ઉધડિયા ગામનાં આંજણા પાટીદાર-પટેલ કોમના યુવક કાનજી અને જોગીપરા ગામની વાળંદ-ઘાંયજા જ્ઞાતીની યુવતી જીવીનાં જીવ મળતા જે કૃતિની કથા લખાઇ તે છે મળેલા જીવ. મળેલા જીવની કથાનો પ્રારંભ શ્રાવણ મહિનામાં ભરાતા જન્માષ્મીના મેળાથી થાય છે અને કારતક મહિનાની પૂર્ણિમાએ ભરાયેલા મેળાથી કથા પૂર્ણ થાય છે. આટલા ઓછા સમયપટમાં સર્જાયેલી ઘટના કૃતિના વિશાળ પટમાં વિસ્તરી રહે છે. આંતરજ્ઞાતીય સામાજિક નીતિનિયમોનાં બંધનોને કારણે કાનજી અને જીવીનાં લગ્ન થઇ શકતા નથી, તેથી ભલે પરણ્યા નહીં પણ પોતાની આંખ સામે તો જીવી રહેશે ને એમ વિચારી જીવીનાં લગ્ન કાનજી પોતાના જ ગામનાં વાળંદ ધૂળા સાથે કરાવે છે. ધૂળાનો સ્વભાવ વહેમી અને શંકાશીલ હોવાને લીધે એ કાનજી પર આળ લગાવે છે. કાનજી જીવાને દુખી નહીં કરવા ગામ છોડીને જતો રહે છે, છતાં જીવીની જીંદગીને ધૂળો દર્દભરી-દુખભરી બનાવી નાખે છે. આવી દોજખ ભરી જીંદગીથી કંટાળી જીવી ઝેરવાળો રોટલો બનાવી ખાઇ જવા વિચારે છે. અકસ્માતે આ રોટલો ઘૂળો ખાઇ જાય છે અને મૃત્યુ પામે છે. ધૂળાના મોતનું નિમિત્ત ગામલોકો જીવીને માને છે. આવો અસહ્ય આરોપ પોતાનાં પર લાગવાથી જીવી સૂધબૂધ ખોઇ ગાંડા જેવી બની જાય છે. ગાંડપણનાં નિવારણ માટે ભગત અને ગામલોકો જીવીને મેળામાં લઇ જાય છે. નવલકથાને અંતે મેળામાં કાનજી આવી મોટરમાં બેસાડી ગાંડી જીવીને લઇ જાય છે. આમ, અહીં કાનજી અને જીવીનાં ખરા અર્થમાં જીવ મળે છે અને સાચા પ્રેમનો વિજય થાય છે.