કહેવાય છે કે આધ્યાત્મિકતાનો માર્ગ મૂંઝવણવાળો અને ક્યારેક ગૂંચવી નાંખનારો હોય છે. અત્યારના ‘અતિ ઝડપી’ જીવનના સમયમાં ક્યારેક આપણે જીવવાનું જ ભૂલી જઈએ છીએ ત્ચારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પૂર્વજો પાસે જે પ્રાર્થના અને શ્રદ્ધાનું અનેરું માર્ગદર્શન હતું એ આધ્યાત્મિકતાની ભેટ હતી. આપણા પૂર્વજો કેવી રીતે એવું અદ્ભુત જીવન જીવી ગયાં? કોણ હતાં એમનાં પથદર્શકો? આપણે કેવી રીતે એ જ સાત્ત્વિક, સમજણભર્યું તથા શાંત જીવન જીવી શકીએ? આ ‘પ્રભુનાં પ્રિયજન’ પુસ્તકમાં વંદનીય સંતશ્રી નિત્યાનંદ ચરણ દાસ એવાં અદ્ભુત ચરિત્રો સાથે આપણો પરિચય કરાવે છે, જે પોતાના પ્રેરણાત્મક જીવન અને દિવ્યજ્ઞાનના તેજથી આપણને આધ્યાત્મિક પથનુ�... See more
કહેવાય છે કે આધ્યાત્મિકતાનો માર્ગ મૂંઝવણવાળો અને ક્યારેક ગૂંચવી નાંખનારો હોય છે. અત્યારના ‘અતિ ઝડપી’ જીવનના સમયમાં ક્યારેક આપણે જીવવાનું જ ભૂલી જઈએ છીએ ત્ચારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પૂર્વજો પાસે જે પ્રાર્થના અને શ્રદ્ધાનું અનેરું માર્ગદર્શન હતું એ આધ્યાત્મિકતાની ભેટ હતી. આપણા પૂર્વજો કેવી રીતે એવું અદ્ભુત જીવન જીવી ગયાં? કોણ હતાં એમનાં પથદર્શકો? આપણે કેવી રીતે એ જ સાત્ત્વિક, સમજણભર્યું તથા શાંત જીવન જીવી શકીએ? આ ‘પ્રભુનાં પ્રિયજન’ પુસ્તકમાં વંદનીય સંતશ્રી નિત્યાનંદ ચરણ દાસ એવાં અદ્ભુત ચરિત્રો સાથે આપણો પરિચય કરાવે છે, જે પોતાના પ્રેરણાત્મક જીવન અને દિવ્યજ્ઞાનના તેજથી આપણને આધ્યાત્મિક પથનું દર્શન કરાવે છે. મીરાંબાઈ, રામાનુજાચાર્ય, સંત તુકારામ અને શંકરાચાર્ય જેવાં પ્રભુનાં પ્રિયજનોનાં જીવન વિશે જણાવીને નિત્યાનંદ ચરણ દાસ માત્ર તેમના સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનાં ગુણગાન નથી કરવા માગતાં પણ તેઓ વાચકોને એ પણ જણાવવા માગે છે કે આ દિવ્યઆત્માઓનાં જીવન અને કાર્યોમાંથી શું-શું શીખી શકાય. યાદ રાખો – આપણું અત્યાર સુધીનું જીવન ભલે મર્યાદા સાથેનું અને ભૂલભરેલું રહ્યું હોય, પણ આધ્યાત્મિકતાનો માર્ગ જ એ સર્વેમાંથી મુક્તિ અપાવી શકે છે એ આપણી સંસ્કૃતિએ સ્વીકારેલું સનાતન સત્ય છે. તમારા આત્માને સ્પર્શીને ઈશ્વરની અસીમ કૃપા તરફ લઈ જનારું આ પુસ્તક તમને જાગ્રત કરી દેશે.