ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક કુશળ પ્રશાસક, દૂરદર્શી નેતા, સહ્દય કવિ-લેખક તરીકે સમગ્ર દેશમાં ખૂબ લોકપ્રિય છે. લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેવું એ એમની લોકપ્રિયતાનો સૌથી મોટો પુરાવો છે. પોતાના મુખ્યમંત્રી સમયના કાલખંડમાં તેમણે સર્વાંગીણ વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પ્રારંભ કરી. ભારતના વડાપ્રધાન પદે બિરાજમાન થયા પછી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક લોકકલ્યાણકારી નીતિઓ, સર્વસમાવેશક દ્રષ્ટિ અને દ્રઢ નિર્ણય શક્તિના આધારે ભારત વર્ષના સર્વાંગીણ વિકાસમાં નવા કિર્તીમાન પ્રસ્થાપિત કર્યા. તેમના નેતૃત્વમાં ભારત આંતરિક અને બાહ્ય રીતે સુરક્ષિત છે. એક કરિશ્માઇ નેતા તરીકે વિ... See more
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક કુશળ પ્રશાસક, દૂરદર્શી નેતા, સહ્દય કવિ-લેખક તરીકે સમગ્ર દેશમાં ખૂબ લોકપ્રિય છે. લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેવું એ એમની લોકપ્રિયતાનો સૌથી મોટો પુરાવો છે. પોતાના મુખ્યમંત્રી સમયના કાલખંડમાં તેમણે સર્વાંગીણ વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પ્રારંભ કરી. ભારતના વડાપ્રધાન પદે બિરાજમાન થયા પછી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક લોકકલ્યાણકારી નીતિઓ, સર્વસમાવેશક દ્રષ્ટિ અને દ્રઢ નિર્ણય શક્તિના આધારે ભારત વર્ષના સર્વાંગીણ વિકાસમાં નવા કિર્તીમાન પ્રસ્થાપિત કર્યા. તેમના નેતૃત્વમાં ભારત આંતરિક અને બાહ્ય રીતે સુરક્ષિત છે. એક કરિશ્માઇ નેતા તરીકે વિશ્વમાં તેમનો પ્રભાવ અપ્રતિમ છે. પરિણામે ભારત પ્રત્યે વિશ્વનો જોવાનો દ્રષ્ટિકોણ સકારાત્મક બન્યો છે. ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણ અને નૂતન ભારતના નિર્માણના તેઓ શિલ્પકાર છે. ગુજરાતી ઉપરાંત હિન્દી, પંજાબી, બંગાળી, મરાઠી, અંગ્રેજી ભાષાના જાણકાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક મૌલિક પુસ્તકોનું સર્જન કર્યું છે.