સ્ટીવ વોઝનિયાકને જ્યારે સ્ટીવ જોબ્સને મળ્યા ત્યારે ફક્ત સોળ વર્ષના હતા. એ મિલનમાંથી જે પરિણામ આવ્યું તે ‘Apple’ જ્યારે સર્જી બ્રીન અને લેરી પેજ સ્ટેનફોર્ડમાં મળ્યા ત્યારે તેઓ તેમની વીસીની શરૂઆતમાં હતા. તેઓ તે પછી તરત જ ‘Google’ શરૂ કરવા જઈ રહ્યા હતા. આજના ટીનએજર્સ આપણી ચતુરમાં ચતુર પેઢી છે. તેઓ આવતીકાલના સાહસિકો, ઇન્વેસ્ટરો, મેનેજરો, પોલિસી નક્કી કરનારા, નજર રાખનારા અને હા, ગ્રાહકો છે. પરંતુ કોર્પોરેટ અને બિઝનેસની દુનિયા શું છે તે તમે જાણો છો? વિવિધ વ્યવસાયો (બિઝનેસીસ્) કઈ રીતે દરેકના જીવનને સ્પર્શે છે? એવી કઈ વસ્તુ છે જે સાહસિકને સફળ બનાવે છે? કંપનીનો વહીવટ કઈ રીતે ચાલતો રહેતો હોય છે.? સામાજિક-સાહસિક કોણ છે? અને બિ�... See more
સ્ટીવ વોઝનિયાકને જ્યારે સ્ટીવ જોબ્સને મળ્યા ત્યારે ફક્ત સોળ વર્ષના હતા. એ મિલનમાંથી જે પરિણામ આવ્યું તે ‘Apple’ જ્યારે સર્જી બ્રીન અને લેરી પેજ સ્ટેનફોર્ડમાં મળ્યા ત્યારે તેઓ તેમની વીસીની શરૂઆતમાં હતા. તેઓ તે પછી તરત જ ‘Google’ શરૂ કરવા જઈ રહ્યા હતા. આજના ટીનએજર્સ આપણી ચતુરમાં ચતુર પેઢી છે. તેઓ આવતીકાલના સાહસિકો, ઇન્વેસ્ટરો, મેનેજરો, પોલિસી નક્કી કરનારા, નજર રાખનારા અને હા, ગ્રાહકો છે. પરંતુ કોર્પોરેટ અને બિઝનેસની દુનિયા શું છે તે તમે જાણો છો? વિવિધ વ્યવસાયો (બિઝનેસીસ્) કઈ રીતે દરેકના જીવનને સ્પર્શે છે? એવી કઈ વસ્તુ છે જે સાહસિકને સફળ બનાવે છે? કંપનીનો વહીવટ કઈ રીતે ચાલતો રહેતો હોય છે.? સામાજિક-સાહસિક કોણ છે? અને બિઝનેસના જગતની આપણને શા માટે જરૂર છે – શું બિઝનેસ આપણા માટે યોગ્ય છે કે અયોગ્ય છે? સારો છે કે ખરાબ છે? જો તમને આ બધુ જાણવાની ઇચ્છા હોય તો સુબ્રોતો બાગ્ચી અને તેઓના ચતુર ટીન એજર્સના ગ્રુપમાં જોઈએ જાવ. તેઓ શોધખોળની સફરે ઉપડ્યા છે અને એ દરમ્યાન તમે પણ ટીન એમબીએની પદવી મેળવી લો.