સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયિત્રી પન્ના નાયકનાં ચુનંદાં સર્જનો રજૂ કરતું પુસ્તક ‘એમરલ્ડ’. અમેરિકાની આબોહવામાં રહીને ગુજરાતી કવિતાના શ્વાસ શ્વસનાર કવયિત્રી પન્ના નાયકે અછાંદસ કાવ્યો, ગીતો, લેખો, વાર્તાઓ એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં હૃદયસ્પર્શી સર્જન કર્યું છે. દિવંગત કવિ સુરેશ દલાલના શબ્દોમાં કહીએ તો તેમનાં ગીતો કાવ્યસૃષ્ટિનો નવો અને તાજો વળાંક છે, જેમાં વિષયવૈવિધ્ય અને સ્વરૂપવૈવિધ્ય છે. તેમની કવિતા અને વાર્તામાં ભારતીય અને અમેરિકન એમ બંને સંસ્કૃતિના ધબકારા વર્તાય છે. કોઈ પણ પ્રકારની છોછ કે સંકોચ વિના સર્જાયેલું પન્નાબહેનનું સાહિત્ય તેમને લોકપ્રિય બનાવે છે. પન્ન�... See more
સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયિત્રી પન્ના નાયકનાં ચુનંદાં સર્જનો રજૂ કરતું પુસ્તક ‘એમરલ્ડ’. અમેરિકાની આબોહવામાં રહીને ગુજરાતી કવિતાના શ્વાસ શ્વસનાર કવયિત્રી પન્ના નાયકે અછાંદસ કાવ્યો, ગીતો, લેખો, વાર્તાઓ એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં હૃદયસ્પર્શી સર્જન કર્યું છે. દિવંગત કવિ સુરેશ દલાલના શબ્દોમાં કહીએ તો તેમનાં ગીતો કાવ્યસૃષ્ટિનો નવો અને તાજો વળાંક છે, જેમાં વિષયવૈવિધ્ય અને સ્વરૂપવૈવિધ્ય છે. તેમની કવિતા અને વાર્તામાં ભારતીય અને અમેરિકન એમ બંને સંસ્કૃતિના ધબકારા વર્તાય છે. કોઈ પણ પ્રકારની છોછ કે સંકોચ વિના સર્જાયેલું પન્નાબહેનનું સાહિત્ય તેમને લોકપ્રિય બનાવે છે. પન્નાબહેનના આ અલાયદા સર્જને અનેક ગુજરાતી વાચકોને આકર્ષ્યા છે. પ્રસ્તુત પુસ્તકમાં તેમનાં શ્રેષ્ઠ ચુનંદાં સર્જનોની સાથે પ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા લેવાયેલી તસવીરો પણ સામેલ છે. દરેક કૃતિ સાથે દૃશ્યમાન પન્નાબહેનની લાક્ષણિક મુદ્રામાં લેવાયેલી તસવીર આ પુસ્તકને કલેક્ટર્સ એડિશન બનાવે છે. સાથે વાચકોને પન્ના નાયકના જીવનકવનનો અંતરંગ પરિચય કરાવે છે. આમ આ પુસ્તક કવયિત્રી પન્ના નાયક અને તેમનાં સર્જનોને જાણવા અને માણવાનો અવસર પ્રદાન કરે છે.