આ પુસ્તકમાં શાળામાં ચાલતા વિવિધ તહેવારોની ઉજવણી, જેવા કે જન્માષ્ટમી, ગુરુપૂર્ણિમા, રાષ્ટ્રીય તહેવારોનું મહત્વ વિવિધ પૌરાણિક કથાઓ કે પૌરાણિક પાત્રોના નાટ્ય રૂપાંતર દ્વારા બાળકોને બતાવવાની કોશિશ કરી છે. મૂલ્ય ઘડતર, સામાજિક જાગૃતિ કે રાષ્ટ્રીય એકતા જેવા વિષયોને પણ આવરી લીધા છે. ટૂંકી એકોક્તિઓ દ્વારા બાળકો પૌરાણિક પાત્રોને ઓળખતા થાય અને ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચારણ અને નવા શબ્દો શીખે તેવો પ્રયત્ન કરેલ છે.વળી આ એકોક્તિઓને સંક્ષિપ્ત સ્વરૂપે રાખેલ છે કારણ કે અંગ્રેજી માધ્યમમાં ભણતાં નાના બાળકોને લાંબુ લખાણ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે તે અનુભવે જાણ્યું છે.મારા લઘુ નાટકો દ્વારા બાળકોમાં રાષ્ટ્રપ્ર�... See more
આ પુસ્તકમાં શાળામાં ચાલતા વિવિધ તહેવારોની ઉજવણી, જેવા કે જન્માષ્ટમી, ગુરુપૂર્ણિમા, રાષ્ટ્રીય તહેવારોનું મહત્વ વિવિધ પૌરાણિક કથાઓ કે પૌરાણિક પાત્રોના નાટ્ય રૂપાંતર દ્વારા બાળકોને બતાવવાની કોશિશ કરી છે. મૂલ્ય ઘડતર, સામાજિક જાગૃતિ કે રાષ્ટ્રીય એકતા જેવા વિષયોને પણ આવરી લીધા છે. ટૂંકી એકોક્તિઓ દ્વારા બાળકો પૌરાણિક પાત્રોને ઓળખતા થાય અને ગુજરાતીમાં સ્પષ્ટ ઉચ્ચારણ અને નવા શબ્દો શીખે તેવો પ્રયત્ન કરેલ છે.વળી આ એકોક્તિઓને સંક્ષિપ્ત સ્વરૂપે રાખેલ છે કારણ કે અંગ્રેજી માધ્યમમાં ભણતાં નાના બાળકોને લાંબુ લખાણ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે તે અનુભવે જાણ્યું છે.મારા લઘુ નાટકો દ્વારા બાળકોમાં રાષ્ટ્રપ્રેમ,વિવિધ મૂલ્યો અને ભારતના ઇતિહાસ પ્રત્યે રુચિ જાગે તેવા તમામ પાત્રોને આવરી લીધા છે. આ પુસ્તકના કુલ બે ભાગ છે. પ્રથમ ભાગમાં ટૂંકીએકોક્તિઓ અને બીજા ભાગમાં લઘુનાટકો સમાવિષ્ટ છે, જે અનુક્રમણિકામાં સ્પષ્ટ કરેલ છે. બાળકો હોંશે હોંશે જોડકણાં ગાશે, નાટકો કરશે, એકોક્તિઓ ભજવશે, શિક્ષકો કે માતાઓ પોતાના બાળકમાં નાટ્ય કલાનો ગુણ વિકસિત થાય તે હેતુથી આ પુસ્તકનો ઉપયોગ કરશે તો આ પુસ્તકની સાર્થકતા ગણાશે.