અમીશ રાજદ્વારી અને લેખક છે.
અમીશનું પહેલું પુસ્તક 2010માં પ્રકાશિત થયું અને આજની તારીખ સુધીમાં તેમણે 10 પુસ્તકો (કાલ્પનિક અને કથાતર) લખ્યાં છે, જેમાં હાલમાં જ રજૂ થયેલા વૉર ઑફ લંકાનો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકોની 60 લાખથી વધુ પ્રતો વેચાઈ છે અને 20 ભાષાઓમાં અનુવાદ પામી છે. વિવેચકોનું કહેવું છે કે, તેમનાં પુસ્તકો વિપુલ સંશોધન, ઊંડાણભર્યા વિચારો, ભારતમાં ગર્વભેર મૂળિયાં ધરાવતાં અને ઉદારમતવાદી પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવે છે.
ધ વીક મેગેઝિને અમીશને ભારતના પ્રકાશન ઈતિહાસમાં સૌથી ઝડપથી વેચાતા લેખક તરીકે સ્વીકૃતિ આપી છે. ફૉર્બ્સ ઈન્ડિયાએ તેમને નિયમિતપણે ટૉપ 100 મૉસ્ટ ઈન્ફ્લુએન્શિયલ સેલિબ્રિટિસ ઈન ઈન્ડિયાની યાદીમા... See more
અમીશ રાજદ્વારી અને લેખક છે.
અમીશનું પહેલું પુસ્તક 2010માં પ્રકાશિત થયું અને આજની તારીખ સુધીમાં તેમણે 10 પુસ્તકો (કાલ્પનિક અને કથાતર) લખ્યાં છે, જેમાં હાલમાં જ રજૂ થયેલા વૉર ઑફ લંકાનો સમાવેશ થાય છે. તેમનાં પુસ્તકોની 60 લાખથી વધુ પ્રતો વેચાઈ છે અને 20 ભાષાઓમાં અનુવાદ પામી છે. વિવેચકોનું કહેવું છે કે, તેમનાં પુસ્તકો વિપુલ સંશોધન, ઊંડાણભર્યા વિચારો, ભારતમાં ગર્વભેર મૂળિયાં ધરાવતાં અને ઉદારમતવાદી પ્રગતિશીલ દૃષ્ટિકોણ ધરાવે છે.
ધ વીક મેગેઝિને અમીશને ભારતના પ્રકાશન ઈતિહાસમાં સૌથી ઝડપથી વેચાતા લેખક તરીકે સ્વીકૃતિ આપી છે. ફૉર્બ્સ ઈન્ડિયાએ તેમને નિયમિતપણે ટૉપ 100 મૉસ્ટ ઈન્ફ્લુએન્શિયલ સેલિબ્રિટિસ ઈન ઈન્ડિયાની યાદીમાં સામેલ કર્યા છે. અમીશની પસંદગી 2014માં વિશ્વના ઉત્કૃષ્ટ અગ્રણીઓમાંથી આઈઝનહોવર ફૅલો નામના પ્રતિષ્ઠિત અમેરિકન પ્રોગ્રામ માટે થઈ હતી. 2021માં તેઓ યુકેમાં ટ્વેન્ટીફર્સ્ટ સૅન્ચુરી આઈકૉન એવૉર્ડ અને 2022માં તેમની નવલકથા સુહેલદેવ માટે ગૉલ્ડન બૂક એવૉર્ડ જીત્યા હતા.
તેઓ અનેક ટીવી ડૉક્યુમેન્ટરીઝના સંચાલક પણ છે, જેમાં ડિસ્કવરી ટીવી પર અપાર લોકપ્રિયતા-પ્રશંસા મેળવનાર લીજેન્ડ્સ ઑફ ધ રામાયણ વિથ અમીશનો સમાવેશ થાય છે.
તેઓ યુકેમાં ઈન્ડિયન હાઈ કમિશન ખાતે મિનિસ્ટરની (કલ્ચર) જવાબદારી સંભાળે છે અને 2019માં લંડનના નેહરુ સેન્ટરના ડિરેક્ટર પદે હતા.
પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), કલકત્તાના (તેમને આઈઆઈએમ- કલકત્તા દ્વારા 2017માં ડિસ્ટિન્ગ્વિશ્ડ અલ્મનેસ એવૉર્ડ આપવામાં આવ્યો હતો) તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે 14 વર્ષ આર્થિક સેવાઓના ઉદ્યોગમાં કામ કર્યું અને એ પછી પૂર્ણ સમય માટે લેખન તરફ વળ્યા હતા.