'નીરજા ભાર્ગવ' પુસ્તક એક નીરજા ભાર્ગવ પર લખાયેલી નવલકથા છે. સંમોહક આખો અને ભર્યા ભર્યા માંસલ દેહવાળી એક ઓરત.... ટ્રેનમાંથી ભાગીને રાજગઢ સ્ટેશનના એસ.એમ.નું બારણું ખટખટાવે છે. તેના ટકોરમાં ભય છે... પારવાર ભય....રીટાયર્ડ બ્રિટિશ કર્નલની અદાથી જવાન ઉમરે પણ હુક્કો ગડગડાવીને રહેતો સ્ટેશન માસ્તર ચેતન બળી બારણે આવે છે અને ફફડતી, મીડી સ્કર્ટ અને ચુસ્ત ટોપ પહેરીને ઉભેલી યુવતીને જુએ છે."મને સંતાડી દો....પ્લીઝ....એ લોકો મને મારી નાખશે." એ વાક્ય પૂરું કરતા પહેલા તો તે અંદર કમરમાં સરી આવે છે, બારણું બંધ કરી દે છે. રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના કવાર્ટર્સમાં આવી પડેલી એ ખુબસુરત ચિનગારીમાંથી અરવલ્લીની પહ�... See more
'નીરજા ભાર્ગવ' પુસ્તક એક નીરજા ભાર્ગવ પર લખાયેલી નવલકથા છે. સંમોહક આખો અને ભર્યા ભર્યા માંસલ દેહવાળી એક ઓરત.... ટ્રેનમાંથી ભાગીને રાજગઢ સ્ટેશનના એસ.એમ.નું બારણું ખટખટાવે છે. તેના ટકોરમાં ભય છે... પારવાર ભય....રીટાયર્ડ બ્રિટિશ કર્નલની અદાથી જવાન ઉમરે પણ હુક્કો ગડગડાવીને રહેતો સ્ટેશન માસ્તર ચેતન બળી બારણે આવે છે અને ફફડતી, મીડી સ્કર્ટ અને ચુસ્ત ટોપ પહેરીને ઉભેલી યુવતીને જુએ છે."મને સંતાડી દો....પ્લીઝ....એ લોકો મને મારી નાખશે." એ વાક્ય પૂરું કરતા પહેલા તો તે અંદર કમરમાં સરી આવે છે, બારણું બંધ કરી દે છે. રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના કવાર્ટર્સમાં આવી પડેલી એ ખુબસુરત ચિનગારીમાંથી અરવલ્લીની પહાડીઓમાં ફેલાતો મહાનલ આ નવલકથા છે.