આ પુસ્તકમાં તીખી, તેજાબી અને સંવેદનશીલ કલમના શેહનશાહ એવા દેવેન્દ્ર પટેલ રવિવારે અનોખા વિષય સાથે ‘સંદેશ’ની સંસ્કાર પૂર્તિમાં ‘રેડ રોઝ’, સમાજ માટે દર્પણરૂપ એવી ઘટનાઓને આવરી લઈને દર સોમવારે કભી-કભી તથા લોકજીવનમાં ધ્રુજારી પેદા કરતી ‘ચીની કમ’ કોલમથી ગુજરાતી પ્રજાના હૃદયમાં વસી ચૂક્યા છે. ઊંડી નિસબત અને અથાગ પરિશ્રમ કરીને આલેખાયેલ દેવેન્દ્ર પટેલનું સંશોધાત્મક પુસ્તક ‘મહાજાતિ પાટીદાર’એ આવનારી પેઢીને પોતાના અતીતમાં સરી પડવાની તક પૂરી પાડશે. પાટીદારોના અને તેઓ થકી ગુજરાત અને દેશના વિકાસની ખેતના સાથે શુભેચ્છા.