Truth is stranger than fiction, but it is because Fiction is obliged to stick to possibilities, Truth isn’t.’- Mark Twain માર્ક ટ્વેઇનનું આ વાક્યઃ ‘સત્ય અને કલ્પના કરતાં વધુ વિચિત્ર હોઈ શકે!’ જ્યારે આપણી જિંદગીમાં ક્યાંય પણ વાસ્તવિક સ્વરૂપમાં સામે આવી જાય ત્યારે આપણે એક એવો આંચકો અનુભવીએ છીએ કે જે ઘટના બની રહી છે એને સત્ય હોવા છતાં સત્ય માનવાની આપણું મન ‘ના’ પાડી દે છે. આવું જ કાંઈક બન્યું હતું એમ. ડી. ના અભ્યાસ દરમિયાન અમારી સાથે. જે કાંઈ બન્યું હતું એમાં મેં મારી કલ્પના મુજબ પાત્રો અને પરિસ્થિતિઓ ગોઠવી આ વાત લખી છે. આશા છે કે વાચકોને જિંદગીનું આ અગમ્ય પાસું પણ ગમશે! - ડૉ. આઈ. કે. વીજળીવાળા